Gujaratમાં BJP-Congressના દિગ્ગજ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર, જાણો PM Modi સહિત કોંગ્રેસના નેતાઓ ક્યાં ગજવશે રેલી?


  • Published By :
  • Published Date : 2024-04-25 12:59:30

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને કયા કયા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ખબર પડી ગઈ છે.. ત્યારે પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે.... ભાજપનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાત આવવાના છે તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે... તે સિવાય અનેક દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે પાર્ટીઓ મેદાનમાં ઉતારવાની છે... 

પીએમ મોદી આવશે ગુજરાત 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. અનેક મુદ્દાઓને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે.. ગુજરાતમાં પણ પ્રચારનો ધમધમાટ શરૂ થવાનો છે. ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી તેમનો પ્રચાર પહેલી મેથી કરવાના છે. પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી શરુ કરશે. મહત્વનું છે કે પીએમ મોદી માત્ર બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરવાના છે..   



ક્યારે ક્યાં પીએમ મોદી કરશે જનસભા? 

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો પહેલી મેના રોજ બપોરે સાડા ત્રણ વાગે ડીસામાં જાહેરસભા કરશે. તે બાદ સાંજે 3.15 વાગે હિંમતનગરમાં જાહેર સભાને સંબોધશે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે એટલે પહેલી મેના રોજ PM મોદી ૬ લોકસભાઓ બનાસકાંઠા, પાટણ , સાબરકાંઠા , મેહસાણા , અમદાવાદ પૂર્વને કવર કરશે. તો બીજી મેના રોજ PM મોદી સવારે ૧૧ વાગ્યે આણંદમાં જનસભાને સંબોધશે. આ જાહેરસભા અંતર્ગત આણંદ અને ખેડા લોકસભા કવર થશે તે બાદ બપોરે ૧ વાગ્યે વઢવાણ તે પછી સવા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે ૫ વાગે જામનગર દક્ષિણમાં જાહેર સભા PM મોદી દ્વારા કરવામાં આવશે. આનાથી સમગ્ર સૌરાષ્ટ્ર કવર થયી જશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલો છે . 


કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં ગજવશે સભા..

હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરવા માટે ૨૭ એપ્રીલે  પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા આયોજિત છે. ૨૯ એપ્રિલએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં વર્તમાન મુખ્યમંત્રી   રેવંતા રેડીની પણ ગુજરાતના અલગ અલગ ભાગમાં  જાહેર સભા આયોજિત કરવાના છે. તે સિવાય કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવશે..  ત્યારે આ ચૂંટણી પરિણામની શું અસર હશે તે ચાર જુને જ ખબર પડશે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે