Breaking News : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-07-12 16:17:29

રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે આજે ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે.  મહત્વનું છે કે થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરે પોતાની દાવેદારી નોંધાવી છે. 

Image

આ નામો પર લાગી મોહર!

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરના નામની જાહેરાત કરવામાં આવી હતી તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ત્યારે આજે ભાજપ દ્વારા વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રબારી સમાજથી આવતા બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વાંકાનેરના રાજવી પરિવારના કસેરીસિંહ ઝાલાના નામ પર મોહર લાગી છે. 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. 



કોંગ્રેસ અને AAP ઉમેદવારો નહીં ઉતારે

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે.  


રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે?

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે