સુરતમાં ભાજપને ઝટકો, PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-10 21:02:21

સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્મા ભાજપ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે તે આપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી.


PVS શર્મા પરપ્રાંતિય સમુદાયમાં લોકપ્રિય 


સુરત શહેરના પૂર્વ ઉપપ્રમુખ અને આવકવેરા અધિકારી  પીવીએસ શર્માએ મંગળવારે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક વર્ષમાં પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસસ શર્મા ને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઐર પાટીલના નજીકના ગણવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે