કિરણ પટેલ સાથે સંબંધ રાખવાનું અમિત પંડ્યાને ભારે પડ્યું, ભાજપે સોશિયલ મીડિયા ઈન્ચાર્જ પદેથી કરી હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-03-23 22:11:47

મહાઠગ કિરણ પટેલે સાથે ભાજપના નેતા અમિત પંડ્યાનું સાંઠગાંઠ હોવાનું સામે આવતા જ ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. ભાજપે તેના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાની હકાલપટ્ટી કરી છે. જો કે અમિત પંડ્યાને હટાવવામાં આવ્યા તે અંગે ભાજપે કોઇ જાહેરાત કરી નથી. 


અમિતના પિતા CM ઓફિસમાં PRO


અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યા મુખ્યમંત્રી કાર્યાલયમાં PRO તરીકે ફરજ બજાવે છે. હિતેશ પંડ્યાનો પુત્ર અમિત જ કિરણ પટેલનો વહીંવટદાર હતો. અમિત પંડ્યાએ પણ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં સ્ટાર હોટેલમાં સરકારી ખર્ચે જલસા કર્યાં હતાં.


કાલે અમિત પંડ્યાને કોર્ટમાં રજુ કરાશે


અમિત પંડયા અને તેના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબ્જામાં છે. આ બંને મહાઠગ ડો. કિરણ પટેલ સાથે કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. જોકે, જય સીતાપરા અંગે પોલીસ તપાસ કરી રહી છે. આવતીકાલે અમિત પંડ્યાને કોર્ટમાં રજૂ કરાશે. આ પ્રકરણમાં અમિત પંડ્યા તાજનો સાક્ષી બને તો આ પ્રકરણમાંથી બહાર નીકળી શકે તેવી તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચા છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.