છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય આદિવાસી નેતા જશુ રાઠવાના રાજીનામાથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-04-11 14:14:03

ભાજપમાં પણ હવે આંતરિક ખટરાગ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપના છોટા ઉદેપુર જીલ્લા ભાજપના નેતા અને અગ્રણી આદિવાસી નેતા જશુ રાઠવાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામાંના પત્રમાં જણાવ્યું કે, આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપું છું.


આ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું


છોટા ઉદ્દેપુરમાં ભાજપના તમામ હોદ્દા પરથી જશુ રાઠવાના રાજીનામા બાદ ખળભળાટ મચી ગયો છે. પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જશુ રાઠવાનું રટણ છે. જશુ રાઠવાએ પત્ર લખીને પ્રદેશ આમંત્રિત સભ્ય પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા. મોરચો ભાજપ પ્રદેશ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર,સક્રિય સભ્ય એમ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.


પક્ષના વફાદારના રાજીનામાથી હડકંપ


જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. જશુભાઈ રાઠવાએ પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. અગાઉ એક વર્ષ પૂર્વે પણ આવી સૂચના આવતા રાજીનામું આપ્યું હતું. તેમને ગત 1 લી એપ્રિલે જ અ.જ.જા. મોરચાના ઉપ પ્રમુખ બનાયા હતા. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે