દિલ્હીમાં ભાજપના નેતાનો સીન થઈ ગયો, આપવાળાએ જીદ્દ કરી કે આવ્યા છો તો સ્કૂલ જોઈને જાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:29:15

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે સ્કૂલ સુધી પહોંચી ગઈ છે. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત તૂ-તૂ મેં-મેં થઈ રહી છે. આજે ભાજપના નેતા ગૌરવ ભાટીયા અને સૌરભ ભારદ્વાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના 500 સ્કૂલ બનાવવાના દાવાની તપાસ કરવા માટે ગૌરવ ભાટીયા સવારે 11 વાગ્યે કૌટિલ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. જો કે અહીં પહેલાથી જ હાજર સૌરભ ભારદ્વાજ સાથે તેમનું વાકયુધ્ધ થઈ ગયું.  


સૌરભ અને ગૌરવ વચ્ચે વાકયુધ્ધ


કૌટિલ્ય સ્કૂલ જોવા આવેલા ગૌરવ ભાટીયાને સૌરભ ભારદ્વાજે વારંવાર આગ્રહ કરવા છતાં તેમણે સ્કૂલમાં આવવાનું ટાળ્યું હતું. સૌરભ ભારદ્વાજે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સૌશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ગૌરવ ભાટીયાએ આરોપ લગાવ્યો કે તેમને સ્કૂલનું લિસ્ટ આપવાનું હતું પણ તેમણે તે આપ્યું નહીં.


ગૌરવે સૌરભને  ફેંક્યો હતો પડકાર


ગઈકાલે એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌરવ ભાટિયાએ સૌરભ ભારદ્વાજને પડકાર ફેંક્યો હતો કે આવતીકાલે તે 11 વાગે સૌરભ જ્યાં કહે ત્યાં પહોંચી જઈશ અને 500 શાળાઓનું નિરીક્ષણ કરીશ. ત્યાર બાદ અમે અહીં સંપૂર્ણ રિપોર્ટ આપીશું. સૌરભે કહ્યું કે કાલે તમે આવી જોઓ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે