RTIનો ઉપયોગ કરી ભાજપના નેતાએ આપ પર નિશાન સાધ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 10:55:09

ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ અન્ય પોલીટીક્લ પાર્ટી પર આક્ષેપ લગાવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પોતાના મુદ્દાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આપ પર નિશાન સાધતા યજ્ઞેશ દવેએ RTI કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાડયા હતા.

Delhi: Both Mlas Of Aap Joined Bjp Can Turn - भाजपा में शामिल आप के दोनों  विधायक पलट सकते हैं पाला, ये है वजह - Amar Ujala Hindi News Live


ભાજપ અને આપ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

ભાજપ અને આપ વચ્ચે અનેક વખત ટ્વિટર યુદ્ધ ચાલતું રહે છે.  એક બીજા પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડવામાં નથી આવી રહ્યો. ત્યારે ફરી એક વાર ટ્વિટરના માધ્યમથી ભાજપે આપ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી દિલ્હી મોડલને લઈ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 2015થી 2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી. કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈ પણ શિક્ષક સાથે સંવાદ નથી કર્યા કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ ફાળવી નથી અને ગુજરાતમાં આવી હળહળતું જુઠ્ઠું બોલે છે.


આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન 

ગુજરાતમાં અનેક વખત કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને વિવિધ વચનો આપ્યા છે. અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના છે તે પણ જાહેર કર્યું છે. જેમાં શિક્ષણ પર વધારે ધ્યાન આપવાની વાત કરી છે. આપે ગુજરાત શિક્ષણને લઈ અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. દિલ્હી મોડલ બતાવી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપે RTI કરી આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ પણ RTI કરી યજ્ઞેશ પટેલે આપ પર પ્રહાર કર્યો છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે