રસ્તાઓની હાલત સુધરે તે માટે ભાજપના નેતાઓએ અવાર-નવાર કરવી જોઈએ ગુજરાતની મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:46:00

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અનેક કેન્દ્રીય મંત્રી આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રસ્તાની સારી હાલત જોઈ તેમણે ટ્વિટ કર્યું હતું. જે બાદ ભાવનગરના યુવરાજે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. યુવરાજે કહ્યું કે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે

કિરણ રિજ્જુએ કર્યા રસ્તાઓના વખાણ  

વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દરેક રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ આ રસ્તાઓ પરથી જ્યારે કોઈ નેતા એમાં પણ ભાજપના નેતા પસાર થવાના હોય છે ત્યારે રાતો રાત રસ્તાનું સમારકામ કરી દેવામાં આવે છે. આ વાત બધા જાણે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીને કારણે અનેક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પ્રવાસે કેન્દ્રીય કાયદા મંત્રી આવ્યા હતા. સારા રસ્તાના તેમણે વખાણ કર્યા હતા. તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

 

ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સુધરે છે રસ્તાની હાલત- યુવરાજનો કટાક્ષ

કિરણ રિજ્જુના ટ્વિટ પર ભાવનગરના યુવરાજે ટિપ્પણી કરી છે. વળતો જવાબ આપતા તેમણે ટ્વિટ કરતા કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો, કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે .અને મોટાભાગે રસ્તાઓનું સમારકામ ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ બધા અવારનવાર અમારી મુલાકાત લે જેથી રસ્તાઓની દશા સુધરતી રહે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે