રાજ્યના તીર્થસ્થાનોમાં ભાજપના નેતાઓ કરશે સફાઈ! હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઈ કરી લીધો અભિયાનમાં ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-22 11:50:31

કહેવાય છે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'. આ સૂત્રને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાજપના ધારાસભ્યો અલગ અલગ તીર્થ ધામોની સફાઈ કરી રહ્યા છે. એક સાથે 24 દેવસ્થાનોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ અમદાવાદમાં આવેલા નગરદેવી એટલે ભદ્રકાલી મંદિર પરિસરમાં સાફસફાઈ કરી હતી. તે ઉપરાંત રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ બાલાજી હનુમાન મંદિરની સફાઈ કરી હતી. 

 

BJP starts cleanliness drive near religious places today આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન, સુરતથી સીઆર પાટીલે અભિયાન શરૂ કરાવ્યું

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તીર્થસ્થાનોની સફાઈ!

રાજ્યના વિવિધ તીર્થસ્થાનો પર મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય સહિતના કાર્યકરો દ્વારા તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની સફાઈ કરવાના છે. ઋષિકેશ પટેલ મહેસાણા ઉમિયાધામ ખાતે, બચુખાબડ બનાસકાંઠામાં અંબાજી મંદિર ખાતે, મુકેશ પટેલ કામરેજ સુરતના ગાય પગલા મંદિરે, રમણ સોલંકી ખેડાના ડાકોર મંદિરમાં, જેઠાભાઈ ભરવાડ પાવાગઢ મંદિર ખાતે, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં ભાગ લેશે.      

   

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન!

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાલી મંદિરની સફાઈ કરી હતી. તેમની સાથે ભાજપના ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેવસ્થાનોને ચોખ્ખા રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીઓની જ નહીં પરંતુ આપણી પણ બને છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે