22 બેઠકોના લિસ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ભાજપ કોના પત્તા કાપશે તેને લઈ કુતૂહલ


  • Published By :
  • Published Date : 2022-11-10 22:01:26

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ પણ 22 વિધાન સભા બેઠકોની યાદી જાહેર કરવાની બાકી છે. ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. હવે જોવાનું એ છે કે ભાજપની આ છેલ્લી યાદીમાં કેટલા અને કયા ધારાસભ્યોના પત્તા કપાય છે.


ભાજપ આ 22 બેઠકો પર જાહેર કરશે ઉમેદવારો


ભાજપની જે 22 સીટો માટે નવા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં, રાધનપુર, પાટણ, ખેરાલુ, ˆહિંમતનગર, ગાંધીનગર દ‡ક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 


ભાજપની છેલ્લી યાદીને લઈ સસ્પેન્સ યથાવત


ભાજપ તેના 22 ઉમેદવારોની છેલ્લી યાદી ક્યારે જાહેર કરશે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હજુ પણ તેની આ યાદીમાં કોના પત્તા કપાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં કોનો સમાવેશ થશે અને કયા વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે તે અંગે સ્થાનિકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે