વિરોધના વંટોળ વચ્ચે BJP Rajkot Loksabha બેઠક પર બદલી શકે છે ઉમેદવાર, પરષોત્તમ રૂપાલાની બદલીમાં આમને પાર્ટી બનાવી શકે છે ઉમેદવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 11:39:18

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ગુજરાત લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ડખા શરૂ થઈ ગયા છે. અનેક બેઠકો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે... બે બેઠકો પર તો ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા છે ત્યારે વધુ એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે... એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પરષોત્તમ રૂપાલાને બદલીને મોહન કુંડારીયાને ટિકીટ આપી શકે છે... મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને કારણે પરષોત્તમ રૂપાલાની બદલીમાં નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે....     


બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

એક સમય જે વાતો કોંગ્રેસ માટે કહેવામાં આવતી હતી તે વાતો હવે ભાજપ માટે કહેવામાં આવી રહી છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પ્રતિદિન કાર્યકર્તાઓના વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સાબરકાંઠામાં તેમજ વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા ત્યારે રાજકોટ બેઠક પર પણ ઉમેદવારને બદલવાની નોબત ભાજપને આવી ગઈ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ડેમેજ કંટ્રોલ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે સફળ નથી થયું.



રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે મોહન કુંડારિયાને!

ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરષોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ રૂપાલાની ઉમેદવારી રદ કરી ત્યાં ફરી મોહન કુંડરિયાને ઉતારવામાં આવે તે સાંભવના છે. જ્યારે મોહનભાઈની પ્રતિક્રિયા લેવા માટે એમને ફોન કર્યો પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો.  કોઈ ઑફિસલ જાહેરાત થાય ત્યારે જ કોકડું સોલ્વ થઈ શકે છે. 


કટાક્ષ કરતા મોહન કુંડારિયાએ કહ્યું હતું.. 

મોહન કંડારિયાની બદલીમાં પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી ત્યારે સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું કેમ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. એટલે પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર આ વાત કહેવામાં આવી હતી 


જોવું રહ્યું કે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે? 

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે એટલે ત્યાં ઉમેદવાર પણ એ સમીકરણો જોઈને મૂકવામાં આવે છે હવે ભાજપની દિલ્હી દરબાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું....    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.