ભાજપનું ભવિષ્ય તો કોંગ્રેસનું વર્તમાન પણ જોખમમાં। કોંગ્રેસના ‘અર્જુન‘ની ભાજપમાં એન્ટ્રી, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા થયા ભાજપના..


  • Published By :
  • Published Date : 2024-03-05 13:05:10

ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે ભાજપના થઈ ગયા છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ગઈકાલ સવારે અંબરીશ ડેરે રાજીનામું આપ્યું અને ગઈકાલ સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આજે ગાંધીનગર કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમાં બંને પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યોની સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા છે.  

ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે જ્યારે નેતા પક્ષપલટો નથી કરતા તે વખતે ભાજપની નીતિ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે ભાજપનો ખેસ પહેરે છે કે તરત જ તેમના બોલ બદલાઈ જાય છે. ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે ભાજપમાં ખેસમાં એવો તો કેવો જાદુ છે કે બધુ સારૂં જ સારૂં લાગે છે! ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે