ભાજપના કયા 2 ક્રાઈટેરિયાથી નેતાઓને પડશે ટિકિટ માટે મુશ્કેલી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 19:13:22


દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે ભાજપ આઝાદીના સમયે જન્મેલા એટલે 75 વર્ષની ઉમરે પહોંચેલા નેતાઓને હવે સક્રિય રાજકારણથી આઝાદ કરી રહ્યા છે. 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે હાલ 11 જેટલા ધારાસભ્યોને ટિકિટ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. 


અત્યારે તો ભાજપમાંથી એક બેઠક પર ટિકિટ મેળવ્યા હજારો દાવેદારોએ દાવેદારી નોંધાઈ છે ત્યારે ભાજપે બે ખાસ ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં એક છે નેતાના પુત્રો, પુત્રી કે અન્ય કોઈપણ સગાને ટિકિટ અપાશે નહીં. તેમજ 75 વર્ષની વી ધરાવતા ઉમેદવારને પણ ટિકિટ નહીં અપાય ભાજપના આ નિર્ણયના કારણે અનેક નેતાઓ એવા છે જેના પદ પર સીધી અસર થઈ શકે છે . ભાજપથી ચૂંટાઈ આવેલા 5 ધારાસભ્યો એવા છે જેમની ઉમર 75 વર્ષ કે તેથી વધુ છે.  આવા ધારસભ્યોને ટિકિટ મળી શકે તેમ નથી. અને બીજા નિયમ પ્રમાણે તેઓ પોતાના પુત્ર અને પરિવાર માટે પણ ટિકિટ માંગી શકે નહીં. 


BJPના આ MLAની ઉંમર 75થી વધુ..



BJPના આ MLA 71થી 74 સુધીની ઉંમરના છે…






કયા નેતાઓને ફટકો પડશે ?


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા વર્તમાન ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 75થી વધુ છે અથવા તો આસપાસ છે. તેવામાં જોવા જઈએ તો ભાજપની નવી ફોર્મ્યુલાથી આમને ટિકિટ મળવાના એંધાણ નહિવત જણાઈ રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કોઈ બાંધછોડ નહીં કરાય એવું લાગી રહ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે