ભાજપનું નવું સ્લોગન 'આ ગુજરાત મેં બનાવ્યું છે'


  • Published By :
  • Published Date : 2022-11-07 16:05:06

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે અને તારીખો પણ નક્કી થઇ ગઈ છે જેમાં ભાજપ જોરોશોરોથી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે વિધાનસભા 2022નાનો જંગ જીતવા ભાજપ અલગ અલગ કેમપેન ચલાવી રહી છે જેમાં ભાજપ દ્વારા હવે એક નવું સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે કે "આ ગુજરાત અમે બનાવ્યું છે" 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો. 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે સભામાં ઉત્સાહ પ્રેરાયો હતો. 


કેમ્પેઈન શરૂ કરાયું…

અગાઉ ભાજપે તેની ચૂંટણી સભામાં ભરોસાની ભાજપ સરકાર તેવું સ્લોગન આપ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા માટે જીતશે કમળ, જીતશે ગુજરાત તેવું સ્લોગન આપ્યું છે અને હેશટેગ પર સોશિયલ મીડિયામાં એક બાદ એક ટવીટ થઇ રહ્યા છે ત્યારે હવે આ ગુજરાત મેં બનાવ્યું છે તે સ્લોગન સાથે જ ભાજપે રાજ્યભરમાં દરેક ક્ષેત્રના અગ્રણીઓને ભાજપ સાથે જોડવાની તૈયારી કરી છે.આ ગુજરાત મેં બનાવ્યું છે અને આ સ્લોગનને મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.