Loksabha Election પહેલા Gandhinagarમાં BJPના દિગ્ગજ નેતાઓની બેઠક,26 બેઠકો જીતવા માટેનો પ્લાન કરાશે તૈયાર! આ નેતાઓ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2024-01-06 18:40:55

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લઈ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે.  આ બધા વચ્ચે ગુજરાતમાં પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી લોકસભામાં ભાજપના ફાળે 26માંથી 26 બેઠકો જાય તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર ખાતે ભાજપની એક બેઠક યોજાવાની છે.આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. આ બેઠકમાં સામેલ થવા માટે માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.  

Gujarat conquered, all roads lead to Delhi: What's next for CR Patil, PM's  man behind landslide win

ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ આવ્યું એક્ટિવ મોડમાં 

ભાજપ પોતાના પ્લાનિંગને લઈ ચર્ચામાં રહેતી હોય છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે ભાજપ રણનીતિ સાથે આગળ વધે છે. નાનામાં નાની ચૂંટણી કેમ ન હોય પરંતુ તે ચૂંટણીને જીતવા માટે પણ ભાજપ પ્લાનિંગ કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપની સરકાર ફરી એક વખત કેન્દ્રમાં બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને જીતવા રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ઈલેક્શનને ધ્યાનમાં રાખી પીએમ મોદી સાઉથના પ્રવાસે અનેક વખત જઈ રહ્યા છે. સાઉથને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે પણ ગાંધીનગર ખાતે ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર ગણતરીના અને આમંત્રિત નેતાઓ હાજર રહેશે.



ગાંધીનગર ખાતે યોજાશે પાર્ટીના દિગ્ગજ નેતાઓની મિટીંગ 

ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. 26એ 26 સીટો પર ભાજપની જીત થાય તેવી આશા અનેક વખત સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ બેઠકો જીતવા માટે ભાજપે પ્લાન શરૂ કરી લીધો છે જે અંતર્ગત બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં 52 જેટલા નેતાઓ જ હાજર છે. આ બેઠકમાં ચૂંટણીને લઈ વિસ્તૃત ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં રાજ્ય સરકારના 10 મંત્રીએ અને પ્રદેશના સીનિયર આગેવાનો સહિત 50 જેટલા મંત્રીએ હાજર રહેશે.   

Next Gujarat CM: Nitin Patel, Mansukh Mandaviya in the race after Vijay  Rupani's resignation

આ નેતાઓ બેઠકમાં રહેશે હાજર 

મળતી માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં હાજર હશે. તે ઉપરાંત મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળીયા પણ સામેલ થશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી આર સી ફળદુ રહેશે હાજર. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.મહત્વનું છે કે આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે. કમલમમાં યોજાવાની જગ્યાએ આ બેઠક પથિકાશ્રમમાં યોજાવાની છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી ગઈ છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.