ભાજપે વિડીયો શેર કરી કોંગ્રેસને ઢોંગ્રેસ કહી, તો કોંગ્રેસે પણ વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-12 13:52:09

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે કોંગ્રેસને ઢોંગ્રેસ લખીને સંબોધી છે. ભાજપે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે છાસવારે તોફાનો થતાં હતા અને વારેવારે લાઈટો જતી રહેતી હતી.

 

કોંગ્રેસને ભાજપે સંબોધી ઢોંગ્રેસ તરીકે 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપની સરકાર છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અનેક વખત કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કરતી હોય છે. ચૂંટણી નજીક આવતા ભાજપનું આઈટી સેલ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે રોજ છાપામાં કૌભાંડો છપાતા હતા, છાસવારે આતંકી હુમલા થતાં હતા. વારેવારે લાઈટો જતી રહેતી હતી.

  

ભાજપે જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે - કોંગ્રેસ 

એવું નથી કે માત્ર ભાજપ જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતી હોય છે, કોંગ્રેસ પણ અનેક ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે પણ અનેક વખત વીડિયો શેર કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારીને લઈ ભાજપ પર પ્રહાર કરતી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે ભાજપે ગુજરાતની પ્રજાનું જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે