ભાજપ ત્રણ દિવસની બેઠકમાં 182 ઉમેદવારો નક્કી કરશે !!!1


  • Published By :
  • Published Date : 2022-11-03 13:58:36


ગુજરાતવિધાન સભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આ બેઠકમાં ભાગ લેવા બુધવારે સાંજે જ અમદાવાદ આવી ગયા હતા. શાહ ત્રણેય દિવસ અહીં જ રોકાઇને તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરશે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.  


હવે આ બેઠક પછી કયા ચેહરા સામે આવશે એ જોવાનું રહ્યું અને કયા ચેહરા રિપીટ થશે કે નવા ચેહર સામે આવશે એ આજની બેઠક પછી ખ્યાલ આવશે. .આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે. સવારે દસ વાગ્યાથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર અલગ-અલગ લોકસભા મતક્ષેત્ર કે જિલ્લા હેઠળ આવતી વિધાનસભા બેઠકો માટેની ચર્ચા થશે. બેઠકમાં નિરીક્ષકોને પણ શાહ સહિતના નેતાઓ સાંભળશે અને તેમનો અભિપ્રાય પણ સામેલ કરશે.


એક બેઠક પર કેટલા નામની પસંદગી થશે ?
આ ત્રણ દિવસની બેઠક બાદ દરેક બેઠક માટે બે કે ત્રણ નામની પેનલ બનાવી શકે છે, જેમાં દરેક નામ સાથે જોડાયેલાં સમીકરણનો ઉલ્લેખ પણ કરાશે, જેથી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરી શકે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે