ગૌરવ યાત્રા કરી ભાજપ કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:30:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. વિવિધ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા રેલીઓ, સભાઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી બાદ ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. વિવિધ રણનીતિ ઘડી મતદારોને પ્રભાવિત કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.  5 ઝોનમાં યાત્રા કરી ચૂંટણી પ્રચાર કરવાનો પ્લાન ભાજપ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં કેન્દ્રીય નેતાઓ હાજરી આપશે. 

ભાજપ કરશે ગૌરવ યાત્રા 

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાછળ ભાજપ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રચાર કરવાનો એક પણ મોકો ભાજપ છોડતું નથી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજ્યના 5 ઝોનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ગૌરવ યાત્રા ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી ભાજપનો પ્રચાર કરવાના છે. 

Bharatiya Janata Party | History, Ideology, & Beliefs | Britannica


ચૂંટણી પહેલા અનેક વખત કર્યું છે યાત્રાનું આયોજન

2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ દ્વારા વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચાર કરી ભાજપ પોતાના કામ બતાવી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. લોકસંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા કામ તેમજ કેન્દ્રમાં રહી સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે