મહીસાગરના સંતરામપુરમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાનો હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 21:47:56

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અનેક પાર્ટી વિવાદના કેન્દ્રમાં હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો આમ આદમી પાર્ટી નામનો પક્ષ પણ મેદાને છે. ચૂંટણી પહેલાના સમયમાં વચનોની બાણવર્ષા સહીત તીખી નિવેદનબાજી પણ થતી નજરે પડતી હોય છે પરંતુ આજકાલ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં હિંસક બનાવો પણ નોંધાઈ રહ્યા છે.


કેવી રીતે બન્યો મારામારીનો સમગ્ર બનાવ?

આજે આપના કાર્યકરો પર કડુચી ગામના હરેશભાઈ વડવાઈ નામના બીજેપીનાં કાર્યકર્તાએ હુમલો કર્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જ્યારે પ્રચાર માટે સંતરામપુરના નાની ભુગેડી ગામ ગયા ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં ડૉ. કલ્પેશ સંઘાડા, મોતીભાઈ ડીંડોર અને અભેસિંહ બામણિયા નામના આપના કાર્યકર્તા ઘાયલ થયા હતા. હવે આ આખી ઘટનામાં આપનાં કાર્યકર્તાના આક્ષેપ છે કે ભાજપનાં કાર્યકર્તાએ તેમના ગાડીનાં કાચ તોડી દીધા ઉપરાંત તેમનો સામાન પણ લઈ લીધો છે. આપના કાર્યકરોને ગંભીર ઈજા થતાં કાર્યકર્તાને હાલ સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.  


ગઈકાલે પણ બની હતી હિંસક ઘટના 

ગઈકાલે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો. ભાજપનો કાર્યકર ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


અહિંસા પ્રેમી બાપુના ગુજરાતનું રાજકારણ સમય મુજબ બદલાઈ રહ્યું છે. રાજકારણ વધુ હિંસક થતું જોવા મળી રહ્યું છે. આવી રીતે ગાંધીના ગુજરાતમાં હુમલાઓ થતાં રહે છે તે ચિંતાનો વિષય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની હિંસક લગાઈ રાજનીતિમાં પણ અલગ પગદંડી બનાવી રહી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, આ હેલિકોપ્ટરમાં છ જવાનો હતા. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે.

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરતા 48 તોફાની તત્વો વિરૂધ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે.

ટીવી સિરિયલ ખીચડીથી પ્રેરિત ફિલ્મ ખીચડી પણ બની હતી જેણે ધૂમ મચાવી હતી. દર્શકોને ફિલ્મ પસંદ આવી હતી. 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મના 13 વર્ષ બાદ ફિલ્મ ખીચડી 2 આવી રહી છે. ટીઝર આજે રિલીઝ થયું છે.

2 હજાર નોટને બદલવાનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ આરબીઆઈએ આ ડેડલાઈનમાં વધારો કર્યો છે. 2 હજારની નોટ બદલવાની મુદ્દત અઠવાડિયા સુધી વધારવામાં આવી છે. મતલબ 7 ઓક્ટોબર સુધી તેમે 2 હજારની નોટને બદલાવી શકો છો.