નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, હવે અકસ્માતનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2023-01-16 13:55:23

નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું  યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ 72 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળી સેનાએ યુધ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી 68 મૃતદેહો બહાર કાઢ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આજે સોમવારે (16 જાન્યુઆરી, 2023) નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહ્યું કે તેઓ એક પણ મુસાફરને જીવતો બચાવી શક્યા નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.  


દુર્ઘટનાને લઈ તપાસ કમિટીની રચના


નેપાળમાં યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે ટકરાયા બાદ  પ્લેન ખાઈમાં પડી જતા તમામ વિમાનમાં સવાર તમામ 72 લોકોના મોત થયા છે. હવે નેપાળ સરકારે આ ભયંકર દુર્ઘટનાના કારણો શોધવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરી છે. વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. નેપાળ પ્રશાસને અકસ્માતની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે દુર્ઘટનાનું કારણ શોધી કાઢશે અને 45 દિવસ પછી તેનો રિપોર્ટ વહીવટીતંત્રને સોંપશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે