કોર્ટે EDની ઝાટકણી કાઢી, "પુરાવા હોવા છતાં તમે જેક્લિન ફર્નાન્ડિઝની ધરપકડ કેમ ન કરી?"


  • Published By :
  • Published Date : 2022-11-10 15:31:43

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી વધી રહી છે. તેના રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય થશે.  પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ સુધી ઓર્ડર મુલતવી રાખ્યો છે. આજે જેક્લિન અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે પિંકીના વકીલને પુછ્યું કે તમને તમામ દસ્તાવેજોની કોપી મળી ગઈ છે. 




જેક્લિનના વકીલે કહ્યું કે તે  તપાસમાં સહયોગ આપી રહી છે, અને તેમ છતાં પણ તેના પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ થઈ રહ્યો છે. જેક્લિનના વકીલે તેના અસીલને રેગ્યુલર જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી. જો કે ઈડીએ તેના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. વળી જેક્લિને ઈડીના કોઈ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે આપ્યો નથી. 


કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી


કોર્ટે ઈડીને સવાલ કર્યો કે જો તમારી પાસે જેક્લિનની સામે સંપુર્ણ પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ નથી કરતા?  તમે એલઓસી તો જારી કરી છે પણ જેક્લિનની ધરપકડ કેમ નથી કરી? આ કેસના તમામ આરોપી જેલમાં છે તો કોર્ટે ઈડીને પુછ્યું  કે તમે પિક એન્ડ ચૂઝની નીતિ શા માટે અપનાવી રહ્યા છો? કોર્ટે પુછ્યું કે આ કેસમાં તપાસનું વર્તુળ કેટલું મોટું છે? 100 કરોડ રૂપિયા ક્યા ગયા? તપાસ ક્યા સુધી પહોંચી છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે