આ અભિનેત્રીને કેનેડામાં નડ્યો અકસ્માત:સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે ટક્કર મારી


  • Published By :
  • Published Date : 2022-11-03 10:45:32

બોલિવૂડ અભિનેત્રી રંભાને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી રંભાનું કેનેડામાં 1 તારીખે કાર અકસ્માત થયો છે. આ દરમિયાન કારમાં રંભા સહિત તેના બાળકો અને તેના નાની સાથે હતા. જોકે સારી વાત એ છે કે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.પરંતુ રંભાની દીકરી સાશા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Rambha and her children injured in car accident in Canada, actor asks fans  to pray for daughter Sasha: 'Bad days bad time' | Entertainment News,The  Indian Express


સમગ્ર ઘટના અંગે અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અકસ્માતની તસવીરો શેર કરી જણાવ્યું છે. અભિનેત્રીએ તસવીર શેર કરી લોકોને તેની દીકરી સાશા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કર્યો છે.


રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી. જેને પગલે અમેન સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે અમે સલામત છીએ, પણ મારી દીકરી સાશા હજુ હોસ્પિટલમાં દાખલ છે. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી દુઆ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

एक्ट्रेस रंभा की कार का हुआ एक्सीडेंट, सामने आईं दिल दहलाने वालीं  Photos/salman khan film judwaa actress rambha car accident daughter  admitted in hospital actress shares damage car photos - India TV

રંભાએ કરેલા અકસ્માતના ખુલાસા બાદ તુરંતજ એક્ટર શ્રીદેવી વિજયકુમારે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, તમે સલામત છો એ સાંભળીને ખુબ આનંદ થયો, ધ્યાન રાખજો…જ્યારે એક્ટર વિકાસ કલંત્રીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, ટેક કેર, પ્રેમ એન્ડ પ્રાર્થના.


અભિનેત્રી રભા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો રહી ચૂકી છે

Who is Rambha And What is She Doing Now After Quitting Bollywood All About  Bandhan Fame Actress

આ સાથે તે તેલુગુ, તમિલ કન્નડ, મલયાલમ, બંગાળી, ઇંગ્લિશ સહિતની ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડી ચૂકી છે. અભિનેત્રી રંભાએ બે દાયકામાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રંભાને સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘જુડવા’થી સાચી ઓળખ મળી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી