સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી અંગે કર્યો બફાટ, અનેક સમાજમાં આક્રોશ, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-13 15:26:02

સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ માંડ થાળે પડ્યો છે ત્યા વળી સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતે બફાટ કરતા મામલો વણસ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા રાજરાજેશ્વરી માતા ખોડીયાર માતાજી વિશેની ટિપ્પણી કરતા અનેક સમજના કુળદેવી એવા ખોડિયાર માતાજીના ભક્તોની લાગણી દુભાઈ છે. જેને લઈને અનેક સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરતા કહ્યું  હતું કે મહારાજે તેમના ભીના કપડા ખોડિયાર માતા પર નિચવ્યા હતા. બ્રહ્મસ્વરૂપ સ્વામીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. તેમના આ નિવેદન પર લોક કલાકાર રાજભા ગઢવી, કબરાઉ મોગલ ધામના મણિધર બાપુ તથા કાગવડ ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયા તથા માટેલ ખોડીયાર માતાજી મંદિરનાં મહંત ચેતનબાપુએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.


બ્રહ્મસ્વરૂપ સ્વામીએ શું બફાટ કર્યો?


બ્રહ્મસ્વરૂપ સ્વામી બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'


રાજભા ગઢવીએ  સનાતનીઓને જાગવાની હાકલ કરી


સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, "કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે." 


કબરાઉ મોગલ ધામના મણિધર બાપુ લાલઘૂમ


ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. બાપુએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે હરામનુ ખાઈ ખાઈને એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. મણીધર બાપુએ જણાવ્યું છે કે,‘મા ખોડિયારનું તમે અપમાન કરો છો. હવે તમને હાંકી કાઢવાના છે, ખદેડવાના છે. ધર્મ સામે રાક્ષસો ન બોલવાના બોલે ત્યારે મા ભેળી હોય છે. આ રાક્ષસ કોઈ બોલી ગયો છે 25-50 માણસો જઈ એને બહાર કાઢીને ઢસડો, ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે? તમે હરામનું જ ખાઈ રહ્યા છો જેટલા પણ આવા રાક્ષસો છે એને ખદેડવાના છે.સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાનએ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે." ટ્રસ્ટીઓએ આવા બફાટ કરનારને ખદેડી મૂકવા જોઈએ. સાધુડા બહાર નીકળીશું ત્યારે કોઈ ભાવ નહીં પૂછે. આ આતંકવાદીઓ છે, આ શેતાનો છે. આને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. ટાઢા ટૂકડા ખાય એને સંત કહેવાય.’


સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી- ખોડલધામ


કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી છે, તેમણે આ બાબતે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીના વીડિયોથી સમાજની લાગણી દૂભાઇ છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરે તેમજ ખોડિયાર માતાને અનેક સમાજના કુળદેવી છે. લુણાગરિયાએ વધુમાં કહ્યું કે, સ્વામિનારાયણ સંતો આવા નિવેદન આપવાથી બચે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી છે, આવુ કરનારા પોતે સાબીત કરે છે કે પોતે ધર્મને લાયક નથી.


બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માંગે- મહંત ચેતનબાપુ


આજે વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડીયાર માતાજી મંદિરનાં મહંત અને પૂજારી ચેતનબાપુની આગેવાનીમા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે વિશાળ ભક્તજનોની હાજરી વચ્ચે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે રાજરાજેશ્વરી માતા ખોડિયાર માતા વિષે ટિપ્પણી કરી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરુપ દાસે સેંકડો માઇભક્તોના દિલ દુભાવ્યા છે, જેથી આગામી દસ દિવસમાં બ્રહ્મસ્વરુપ દાસ માતાજીની માફી માંગતો વિડીયો પ્રસારિત કરે અન્યથા ફોજદારી રાહે ફરિયાદ કરવામાં આવશે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી