ગાંધીનગર ખાતે કરાયું બ્રહ્મસંમેલનનું આયોજન, ભૂદેવો તથા બ્રાહ્મણ પરિવારને આવવા અપાયું આમંત્રણ..


  • Published By :
  • Published Date : 2024-04-13 13:16:28

લોકસભા ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. પરંતુ સૌથી વધારે ધ્યાન સમાજ પર, જ્ઞાતિ સહિતના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર ખાતે વિવિધ સમાજોની બેઠક થઈ રહી છે.. ત્યારે આજે ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ બ્રહ્મ ભવન ખાતે આ બેઠક મળવાની છે જેમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા થવાની છે. શિક્ષણ, સંસ્કાર, સેવા તેમજ સંગઠન આગળ વધે તે હેતુથી આ બેઠક મળવાની છે. ઉચ્ચ શિક્ષણ, રોજગાર તથા સામાજિક સેવા સાથે સંગઠન વધુ મજબૂત બને તે માટે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આશ્રય સાથે આજે બેઠક થવાની છે જેમાં બ્રહ્મ સમાજના લોકો આવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.  

બ્રહ્મ પરિવારને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહ્વાન 

ગાંધીનગર ખાતે બ્રહ્મચોર્યાશી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં બ્રહ્મ સમાજની બેઠકમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, માંથી બ્રહ્મ પરિવારો પધારે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે લોકસભા ચૂંટણી પહેલા અનેક સમાજોની બેઠકો થઈ રહી છે. અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે