Breaking: ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો જામીન પર છુટકારો, પરિવારજનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-22 20:19:20

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળી ગયા છે. વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. એટલે કે ચૈતર વસાવા  ભરૂચ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આજે ચૈતર વસાવાનો જામીન પર છુટકારો થતા તેમના પરિવારજનો તથા આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


શું છે સમગ્ર મામલો?


ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી રહી હતી, પરંતુ ચૈતર વસાવા ફરાર થઈ હતા. જો કે તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી ફરાર રહ્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંતે 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થતાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. 

 

કેજરીવાલે ભરૂચ સીટ માટે કરી હતી વસાવાના નામની જાહેરાત


ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ AAP ધારાસભ્યને લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ કેજરીવાલે નેત્રંગમાં આદિવાસીઓની રેલીને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી તરફથી ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાર સુધી ચૂંટણી થશે ત્યાર સુધી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે, અમે મોટા વકીલો સુપ્રીમ કોર્ટમાં રોક્યા છે. શકુંતલા બેનની જામીન અરજીની સુનાવણી થવાની છે. ચૈતર ભાઈ જો ષડયંત્રના ભાગરૂપે જેલમાં રહે તો ચૈતર ભાઈને જીતડવાના છે, ચૈતર ભાઈને દિલ્હી મોકલવાના છે. ચૈતર વસાવા બહાર આવશે અને ભાજપની ઉંધી ગણતરી શરૂ થશે. કેજરીવાલે  ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે