Breaking News : વડોદરા બાદ સાબરકાંઠાના BJP ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી....


  • Published By :
  • Published Date : 2024-03-23 12:04:37

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ખુલીને સામો આવી રહ્યો છે. હજી રંજનબેન ભટ્ટની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે તો વધુ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા.  સાબરકાંઠાના લોકસભાના ઉમેવાદર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. 

ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીને બે મોટા ઝટકા મળ્યા છે. ઉમેદવાર તરીકે વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ગુજરાત માટે બીજેપીએ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. આની ચર્ચાઓ તો હજી પૂર્ણ નથી થઈ ત્યારે તો સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે. 

Image



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે