Breaking News : ડમી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસે કરી યુવરાજસિંહના સાળાની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-22 12:37:51

ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ એન્ગલમાં તોડકાંડનો મામલો પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તોડકાંડમાં યુવરાજસિંહના સાળાની સંડોવણી અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. યુવરાજસિંહના સાળા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળાની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે. રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ યુવરાજસિંહને હાજર કરવામાં આવશે.  


ભાવનગર એસઓજી સમક્ષ હાજર રહ્યા હતા યુવરાજસિંહ 

ડમી કાંડ મામલે દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ પૈસા લેવાના આરોપોને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તોડકાંડ મામલે પોલીસે યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


યુવરાજસિંહના સાળાની થઈ ધરપકડ!

આ મામલે યુવરાજ સિંહ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે