Breaking News : તોડ કાંડ અંગે આવ્યા મોટા સમાચાર, યુવરાજસિંહના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!


  • Published By :
  • Published Date : 2023-04-29 17:52:15

ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી ઉમેદવારો બેસવાની વાતનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ત્યારે ડમી કાંડમાં તોડ કાંડનો એન્ગલ આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે યુવરાજસિંહને હાજર થવા સમન્સ આપ્યા હતા. જે બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ હતી. પોલીસે તોડ કાંડ મામલે 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  

વધુ બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!  

આ મામલે કડક તપાસ અને વાયુ વેગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓછા સમયની અંદર યુવરાજસિંહના એક સાળાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા સાળાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તે ઉપરાંત બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી કોર્ટ સમક્ષ યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત તોડ કાંડ મામલે ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે. 


યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે ઘનશ્યામ લાંધવાએ મોટું નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત યુવરાજસિંહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે મૌન કેમ છો તે અંગે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે