Breaking News : Congressને વધુ એક મોટો ફટકો પડી શકે છે! ચર્ચાઓએ જોર પકડ્યું કે પોરબંદરના ધારાસભ્ય Arjun modhwadia ગમે ત્યારે આપી શકે છે રાજીનામું!


  • Published By :
  • Published Date : 2024-03-04 14:55:31

કોંગ્રેસના હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. તેઓ 2012 વિધાનસભા ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.    


અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એક તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. થોડા સમય પહેલા સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે આવનાર સમયમાં ફરીથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જશે. આજે અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પીઢ નેતા ગણાતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે