Breaking News : Congressના ધારાસભ્ય Chirag Patelએ Shankar Chaudharyને સોંપ્યું રાજીનામું, કોંગ્રેસમાં ગાબડું!


  • Published By :
  • Published Date : 2023-12-19 12:44:15

કોંગ્રેસમાં ગાબડું પડી શકે છે તેવી ચર્ચા સવારથી ચાલતી હતી. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપશે તેવી અટકળો ચાલતી હતી આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.    


ધારાસભ્ય પદ ઉપરથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પોતાના પદ પરથી તેમજ પાર્ટીને તેઓ અલવિદા કહી રહ્યા છીએ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.  ગમે ત્યારે તે પણ ગંગાસ્નાન કરી શકે છે મતલબ ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ


રાજીનામું આપ્યા બાદ બદલાયા ચિરાગ પટેલના સૂર

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્યના રાજીનામા બાદ તેમણે કહ્યું કે ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.


બે બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. 182 બેઠકોની વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાઈ  હતી પરંતુ બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે