Breaking News : ડો. ચગ આત્મહત્યા મામલે કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી, સ્યુસાઈડ નોટમાં સાંસદના નામનો હતો ઉલ્લેખ!


  • Published By :
  • Published Date : 2023-05-01 16:28:34

વેરાવળના ડો. અતુલ ચગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. આ મામલે વેરાવળ પોલીસે ફરિયાદ ન નોંધી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ચગના પૂત્રએ કેન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે. હાઈકોર્ટના અધિકારી ક્ષેત્રમાં મામલો આવતો ન હોવાથી અરજીને ફગાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું. 


અતુલ ચગના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી!

થોડા મહિનાઓ પહેલા વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઈ અતુલ ચગના પુત્રએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જે બાદ હાઈકોર્ટના હુકમ બાદ 66 જેટલા દિવસો બાદ પોલીસ ફરિયાદ નોંધાશે.  

ડોક્ટરે લખેલી 2 લીટીની સુસાઈડ નોટ

અનેક મહિના વીત્યા બાદ પણ પોલીસે ન નોંધી હતી ફરિયાદ!

વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગે થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં બે લોકોના નામ લખ્યા હતા. તેમણે પોતાની સ્યુસાઈડ નોટમાં  સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ કેસને લગભગ બે મહિનાથી વધુ સમય પસાર થયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં ન આવતા તેમના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે