Breaking News : Ahmedabadના નવા મેયરની કરાઈ નિમણૂંક, જાણો કોણ બન્યા અમદાવાદના પ્રથમ નાગરિક?


  • Published By :
  • Published Date : 2023-09-11 11:51:55

અમદાવાદના નવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને સોંપવામાં આવી છે જ્યારે વડોદરાની સૂકાન પિન્કી સોનીને સોંપવામાં આવી છે. બંને મહાનગર પાલિકામાં મહિલાઓની વરણી મેયર તરીકે કરવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.   


અમદાવાદને મળ્યા પ્રથમ નાગરિક 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટમ પૂર્ણ થઈ ગઈ છે જેને લઈ આજે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નવા સુકાની કોણ બનશે તે માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ બાદ પ્રદેશ પાર્લામેન્ટમાં પસંદગીની મુહર લગાવવામાં આવી હતી અને આજે તેની જાહેરાત કરવામાં આવી છે.  વડોદરા તેમજ અમદાવાદને નવા મેયર મળ્યા છે. બંને જગ્યા પર મહિલાની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે. 


વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની

હવેથી અમદાવાદની કમાન શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન સંભાળશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન બન્યા છે જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની વરણી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો મેયર તરીકે પિન્કી સોનીની નિર્મણૂક કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂંક કરવામાં આવી છે. તે સાથે ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. તો મનોજ પટેલની પસંદગી શાસક પક્ષના નવા નેતા તરીકે કરવામાં આવી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે