Breaking News : Suratને મળ્યા નવા મેયર, જાણો કોને સોંપવામાં આવી મેયર તરીકેની જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-09-12 11:26:51

ગઈકાલે અમદાવાદ અને વડોદરાના પ્રાથમિક નાગરિકના નામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળી ગયા ત્યારે સુરતને આજે નવા મેયર મળ્યા છે. સુરતના મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલની નિયુક્તિ કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે તો દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂંક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના 38માં મેયર દક્ષેશ માવાણી બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.   



રાજકોટના મેયર તરીકે નયના પેઢડિયાની થઈ વરણી 

સુરત ઉપરાંત રાજકોટને પણ નવા પ્રથમ નાગરિક મળ્યા છે. રાજકોટમાં નવા મેયર તરીકે નયના પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્રસિંહ જાડેજાને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમિન ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળ્યા હતા ત્યારે આજે સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે