દિલીપ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચતા BTP પરિવારમાં હાશકારો


  • Published By :
  • Published Date : 2022-11-16 18:30:59

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. જેમ કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નેતા  છોટુ વસાવાના પરિવારમાંથી જ ત્રણ ફોર્મ ભરાયા છે. જો કે હવે છોટુ વસાવાના પુત્ર દિલિપ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હાઈ વોલ્ટેજ પોલિટીકલ ડ્રામાનો અંત આવ્યો છે.


દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી પરત ખેંચી

 

છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ ઝઘડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી એક પરત ખેંચાયું છે. દિલિપ વસાવા BTPના તથા BTPSના મહાસચિવ તરીકે રહી ચૂક્યા છે. દિલીપ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય અને હાલ ઝઘડિયા બેઠક પર BTPમાંથી ઉમેદવારી કરનાર મહેશ વસાવાના નાના ભાઇ છે.


વસાવા પરિવારમાં જ પક્ષ-વિપક્ષ


ભરૂચની ઝઘડિયા સીટ પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતા છોટુ વસાવાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. આ બેઠક પરથી પિતા અને બે પુત્રએ સામ-સામે ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ હતું. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ BTP તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે