બજેટ સત્રનો 31 જાન્યુ.થી થશે આરંભ, 1 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે, 6 એપ્રિલ સુધી ચાલશે સત્ર


  • Published By :
  • Published Date : 2023-01-13 13:50:51

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર 6 એપ્રીલ સુધી ચાલશે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ બંને ગૃહોને સંબોધિત કરશે. આ તેમનું પહેલું સંબોધન હશે. મિડીયા રિપોર્ટ મુજબ બજેટ સત્રના પહેલા બે દિવસ બંને ગૃહોમાં આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ  કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. 


પ્રહલાદ જોશીએ આપી જાણકારી


કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, અને સામાન્ય રજા સાથે 66 દિવસોમાં 27 બેઠકોની સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. અમૃત કાળ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ, કેન્દ્રિય બજેટ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે બજેટ સત્ર 2023 દરમિયાન રજાઓ 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. જેથી વિભાગ સંબંધીત સંસદીય સ્થાયી સમિતિઓ અનુદાન માગોની તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગો સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે