ઉત્તરપ્રદેશમાં 3 લોકસભા બેઠકો માટે યોજાઈ પેટાચૂંટણી, ચાલી રહ્યું છે મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 12:38:33

મુલાયમ સિંહની યાદવના નિધન બાદ ખાલી પડેલી મૈનપુરી, રામપુર અને ખતૌલી લોકસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારના સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે મતદાન કરવા મતદાતાઓ પહોંચ્યા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ભાજપના રઘુરાજસિંહ અને મુલાયમ સિંહની વહુ ડિમ્પલ યાદવ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 

  

3 લોકસભા માટે યોજાઈ પેટાચૂંટણી  

મૈનપુરી લોકસભા માટે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અખિલેશ યાદવે આક્ષેપ લગાવ્યો કે પોલીસ મતદાન નથી કરવા દેતી.  આ બેઠક પર 1746895 મતદાતાઓ મત આપવાના છે. જ્યારે રામપુર બેઠક માટે 388994 મતદાતાઓ છે જ્યારે ખતોલીમાં 3.16 લાખ મતદાતા છે. કોંગ્રેસે અને બસપાએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નથી ઉતાર્યા. 11 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મૈનપુરી લોકસભા પર 19.5 જેટલું મતદાન થઈ ગયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન રામપુરમાં જોવા મળ્યું હતું.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે