આનંદો! CNG અને PNGના ભાવ 10 ટકા સુધી ઘટશે, જાણો સરકારે શું નિર્ણય કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-07 17:14:11

કેન્દ્ર સરકાર  CNG અને PNGના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કરે તેવું અનુમાન છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટએ સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલાને મંજુરી આપી છે. તે સાથે જ CNG અને PNGના ભાવની મહત્તમ સીમા નક્કી કરી છે. કેબિનેટએ એપીએમ ગેસ માટે 4  ડોલર પ્રતિ એમએમબીટીયુના ટેકાના ભાવને મંજુરી આપી દીધી છે.  તે સાથે જ મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર પણ મહોર લાગી ગઈ છે. 


ક્રૂડ સાથે લિંક હશે ભાવ 


નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ આંતરરાષ્ટ્રિય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રુડની સાથે લીંક હશે. સ્થાનિક ગેસની કિમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક દામને મંથલી એવરેજના 10 ટકા હશે. તેના કારણે પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાંટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો લાભ સ્થાનિક ગ્રાહકોથી લઈને ખેડૂતો, વાહન ચાલકોને થશે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.