તલાટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈ ઉમેદવારોએ કરી આ ફરિયાદ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-10 11:38:30

રવિવારે  એટલે કે 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર થોડું અઘરૂં હતું. ઉમેદવારોનું કહેવું હતું કે ક્લાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upsc લેવલના પ્રશ્નો પૂછાયા હતા. જેને લઈ ઉમેદવારોને પેપર અઘરૂં લાગ્યું હતું. 



પેપરને લઈ ઉમેદવારોમાં જોવા મળ્યો રોષ!  

પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. આન્સર કીની ઉમેદવારો રાહ જોતા હતા. પરંતુ આન્સર કી અપલોડ ન કરવામાં આવતા ઉમેદવારોએ જાતે જ પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઉમેદવારોને ખબર પડી કે આ પેપરમાં અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscની પરીક્ષાના લેવલના હતા. અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscના પેપરમાં પૂછાયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓએ આ મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પણ ટ્વિટના માધ્યમથી જાણ કરી હતી. આ મામલે અનેક ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.   


તલાટીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછાયા! 

ઉમેદવારોનું કહેવું છે કે કલાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછવામાં આવે તો કઈ રીતે ઉમેદવારો પાસ થાય. એક કલાકની અંદર કેવી રીતે ઉમેદવારો પ્રશ્નો સોલ્વ કરી શકે. મળતી માહિતી અનુસાર ઉમેદવારો આવેદનપત્ર પણ આપવાના છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે