લ્યો બોલો! જુનાગઢમાં તો બેઠકો માટે ઉમેદવારોની લાઈન લાગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:10:25

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ ગંભીર બની છે. ત્યારે જુનાગઢ તેમજ અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે 5 બેઠકો માટે કોંગ્રેસના 56 સભ્યોએ ટિકિટ માટે માગણી કરી છે. ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે.

ટિકિટ લેવા કોંગ્રેસમાં પડાપડી

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢમાં 5 બેઠકોમાંથી 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસની જીત થતા જુનાગઢથી 4, કેશોદથી 39, માંગરોળથી 5, વિસાવદરથી 4 તેમજ માણાવદરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપ બાદ કોંગ્રેસ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. અનેક દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતના પ્રવાસે આવવાના છે. 

વિરોધ પક્ષના આદિવાસી નેતા નીમવા કોંગ્રેસના ટ્રાઈબલ MLA એકઠા થયા | Congress  tribal MLAs gathered to appoint a tribal leader of the opposition - Divya  Bhaskar

ટિકિટ નહીં મળે તો કોંગ્રેસમાં પડી શકે છે ભંગાણ

પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પહેલા કોંગ્રેસ આ વખતે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાની તૈયારી કરી રહી  છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 બેઠકો માટે 56 ઉમેદવારોનું લિસ્ટ આવતા કોંગ્રેસમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે તે સસ્પેન્સ રહેલું છે. કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો આ ઉમેદવારો પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જો ઉમેદવારો પક્ષ પલ્ટો કરશે તો કોંગ્રસને મોટો ફટકો પડી શકે છે.     

ગોવામાં કોંગ્રેસના ૧૧માંથી ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો  દાવો | Sanjog News

પ્રચાર કરવા કોંગ્રેસ ઉતરી મેદાનમાં

એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રણનીતિ સાથે આપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. ભાજપ પણ પ્રચાર માટે આગળ આવી રહ્યું છે. જો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો છેડો કોઈ ફાળે છે તો તેની સીધી અસર કોંગ્રેસને થવાની છે. જૂનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કરવાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ પાટીદારોને રિઝવવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવતી યાત્રા ખોડલ ધામ થઈ જૂનાગઢ પહોંચવાની છે. ખોડલ ધામ ખાતે પાટીદાર નેતા નરેશ પટેલ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગ્રસ પણ પ્રચાર કરવામાં નમતું જોખવા નથી માનતું.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે