વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારો ભરશે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:00:28

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવવાનું છે. ત્યારે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જેને લઈ ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

બુથ પર જવા અસમર્થ સિનિયર સિટિઝન આવી રીતે કરી શકે મતદાન

આ જિલ્લાઓમાં થશે 1 ડિસેમ્બરના રોજ મતદાન  

પ્રથમ તબક્કામાં કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં મતદાન યોજાશે.

5 ડિસેમ્બરે આ બેઠકો માટે મતદાન

બીજા તબક્કામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં મતદાન યોજાશે. બીજા તબક્કા માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બરના રોજ છે. અને જો ઉમેદવારી ફોર્મ પરત લેવાનું હોય તો તેની અંતિમ તારીખ 17 નવેમ્બર છે.    

Electronic Voting Machine - Election Commission of India

આઠમી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે મતગણતરી 

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવવાનું છે. તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે પોતાનું શક્તિ પ્રદર્શન કરે તો નવાઈ નહી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે