અતીક-અશરફની હત્યા મામલે CBI તપાસની માગ કરતી અરજી સુપ્રીમમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-17 14:49:29

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડી દરમિયાન માફિયા-નેતા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. નિવૃત આઈપીએસ અભિતાભ ઠાકુરે સુપ્રીમ કોર્ટને હત્યા મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગ કરી છે.


અગાઉ પણ થઈ હતી અરજી


આ પહેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના મામલે રવિવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આ હત્યાકાંડની તપાસ માટે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચનાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એડવોકેટ વિશાલ  તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વર્ષ 2017 બાદથી ઉત્તર પ્રદેશમાં થયેલી 183 અથડામણોની પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે