વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં પણ કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-01 10:22:39

નવા વર્ષનું સ્વાગત અનેક લોકો પાર્ટી કરીને કરતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે આયોજન કરી ન્યુ યરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક લોકો એવા પણ હતા કે જેમણે નવા વર્ષનું સ્વાગત ભગવાનના દર્શન કરીને કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ગંગાઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી.


મહાકાલ મંદિરમાં કરાઈ વિશેષ ભસ્મ આરતી 

2023નું સ્વાગત લોકો અલગ-અલગ રીતે કરી રહ્યા છે. કોઈએ 31ની રાત્રે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું તો કોઈએ વહેલી સવારે મંદિરના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. વર્ષના પ્રથમ દિવસે અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા હતા. અનેક મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરે પણ વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યારે વર્ષના પ્રથમ દિવસે દેશના વિવિધ પ્રસિદ્ધ મંદિરો ભક્તોથી ભરાઈ ગયા હતા. ઉજ્જેનના મહાકાલ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. 


સિધ્ધિ વિનાયક મંદિરમાં કરાઈ વિશેષ પૂજા

મહારાષ્ટ્રમાં આવેલું સિધ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ઉપરાંત સવારની આરતીનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત ગોલ્ડન ટેમ્પલની પણ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી હતી.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે