Bharuch કલેક્ટર કચેરીએ હાજર થયા Chaitar vasava! સોશિયલ મીડિયા પર ચાલતું હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2023-11-10 15:03:29

ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચૈતર વસાવાની તલાશ કરી રહી છે. અલગ અલગ સ્થળો પર તેમના સમર્થનમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભરૂચમાં ચૈતર વસાવા સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી અને બધાએ ચૈતર વસાવાનો નકાબ પહેર્યો હતો.  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યની પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસ ડેડિયાપાડાના ધારાસભ્યને શોધી રહી છે. આ બધા વચ્ચે પોલીસ કસ્ટડીમાં રહેલી ધારાસભ્યની પત્નીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળો પર આમ આદમી પાર્ટીના લોકોએ સમર્થનમાં આવી વિરોધ કર્યો હતો.  આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.  

ચૈતર વસાવાનો માસ્ક પહેરી લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી 

ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે. અનંત પટેલ પણ તેમના સમર્થનમાં છે. ભરૂચ ખાતે આદિવાસી સમાજના લોકોએ આપના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં આવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. ચૈતર વસાનાનો માસ્ક પહેરી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે હું પણ ચૈતર વસાવા..          

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે