ચૈતર વસાવાએ સામાન્ય લોકો સાથે કરી હોળીની ઉજવણી, હોળી બાદ વાવણીની થાય છે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-08 11:41:18

હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. હોળી તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ વધારે હોય છે. આ તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પરંપરાગત વેશમાં દેખાયા હતા. 


ચૈતર વસાવાએ ઘેરૈયા વેશ ધારણ કર્યો   

અનેક ધારાસભ્યો તહેવારની ઉજવણી પોતાના વિસ્તારના લોકો સાથે કરતા હોય છે. ચૈતર વસાવાએ સામાન્ય નાગરિકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. પોતાના બોગઝ ગામ ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ ઘેરૈયા વેશ ધારણ કર્યો હતો. કમરમાં ઘૂઘરા લગાવી નાચતા દેખાયા હતા. તેમની સાથે અનેક લોકો પણ ડાન્સ કરતા દેખાયા હતા. 


ચૈતર વસાવા લોકો વચ્ચે ઘેરિયાના વેશમાં દેખાયા, દેશી રંગમાં ઢોલક લઈ નાચ્યા,  આદિવાસીઓ માટે વાવેતરની શરૂઆત | Chaitar Vasava appeared among the people in  the garb of Gheri ...

આની પહેલા ચૈતર વસાવાએ વગાડ્યું હતું ઢોલ  

મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આદિવાસી સમાજ માટે એમ પણ આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પાંચ દિવસ ફરતા હોય છે. હોળી પર્વની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચૈતર વસાવા ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે