ચૈતર વસાવાએ કરી આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ, જમાવટ સાથે Exclusive વાતચીત દરમિયાન ચૈતર વસાવાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 12:25:46

નર્મદા જિલ્લાનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. પહેલી એપ્રિલે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ તે ડિબેટમાં મનસુખ વસાવા હાજર રહ્યા ન હતા. જે બાદ ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યો હતો. ચૈતર વસાવાએ આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અલગ ભીલીસ્તાન પ્રદેશ બનાવવા માટે આંદોલન કરીશું.



મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થવાની હતી ડિબેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાંચ સિટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી. પરંતુ મનસુખ વસાવાએ છેલ્લી ઘડીએ ડિબેટમાં આવવાનું ટાળ્યું હતું. જે બાદ રાજકારણ ગરમાયું છે.


જમાવટની ટીમે કરી ચૈતર વસાવા સાથે વાત 

આ બધા વચ્ચે ચૈતર વસાવાએ ભીલો માટે અલગ પ્રદેશની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની માગ છે. ભીલીસ્તાન મામલે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું...       



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.