ચૈતર વસાવાની આગોતરા જામીન અરજીની સુનાવણી આગામી 20 નવેમ્બરે, પત્નીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2023-11-10 21:45:03

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અંગેની સુનાવણી આગામી 20 નવેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. આગોતરા જામીન માટેની તારીખ 20 નવેમ્બર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી થનાર છે. હવે દિવાળીનો તહેવાર ચૈતર વસાવાને ભૂગર્ભમાં રહીને ઉજવવી પડશે. ઉલ્લેખનીય છે કે હાલ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે અને પોલીસ તેમની ધરપકડ કરવા માટે આકાસ-પાતાળ એક કરી રહી છે. નર્મદા પોલીસ અલગ અલગ વિસ્તારમાં ચૈતર વસાવાને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કોર્ટે પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.


પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી 


ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનની ધરપકડ બાદ તબિયત બગડતા વધુ સારવાર માટે તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમ જ પોલીસે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશની ધરપકડ કરી હતી. આજે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષીએ આગોતરા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી હાથ ધરી હતી. ગુરૂવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરી હતી.


શું છે સમગ્ર મામલો?


ડેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે થોડા દિવસ અગાઉ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે