ચૈતર વસાવાના પત્નીના જામીન થયા મંજૂર, ગમે ત્યારે જેલ બહાર આવી શકે છે શકુન્તલા વસાવા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:47:04

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર થોડા દિવસ પહેલા આવી ગયા અને હવે તેમના પત્નીના જામીન પણ મંજૂર થઈ ગયા છે. આમ તો ચૈતર વસાવાના જામીન ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાના જામીન મંજૂર થયા ન હતા જેને લઈ ધારાસભ્ય જેલમાં રહ્યા હતા. જિલ્લાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર કરી દીધા છે. શકુન્તલા બેન સહિત અન્ય બે વ્યક્તિના જામીન મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી  છે. જેલની બહાર શકુન્તલા વસાવા ક્યારે આવશે તે તારીખ હજી સામે નથી આવી. 


જેલમાં રહેલા ધારાસભ્ય અનેક વખત મોકલતા હતા સંદેશ     

વનકર્મીને માર મારવાનો તેમજ હવામાન એક રાઉન્ડ કરવાના ગુન્હામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસ થતાં જ ચૈતર વસાવા ફરાર થઈ ગઈ હતા. ઘણા સમય બાદ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, ત્યાં હાજર હતા. ચૈતર વસાવા જેલમાં હતા તે સમયથી અનેક વખત તેમના સમાચારો સામે આવતા રહ્યા. જેલમાંથી ધારાસભ્ય પોતાના સમર્થકોને સંદેશો મોકલતા હતા. 


શકુન્તલા વસાવાના જામીન થયા મંજૂર 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને તે જેલની બહાર આવી ગયા છે તેમના પત્ની શકુન્તલા વસાવા પણ જેલની બહાર આવવાના છે ટૂંક સમયમાં તેવી માહિતી સામે આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે