યુવતીને ભગાડી જનાર હેડ કોન્સ્ટેબલ સામે ચકલાસી પોલીસે ફરિયાદ ન લીધી, અંતે પિતાએ નડિયાદ કોર્ટમાં ધા નાખી


  • Published By :
  • Published Date : 2023-03-29 21:45:20

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ છે.જો કે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તે વખતે તેની ફરિયાદ પણ લેવાતી નથી. પોલીસને ફરિયાદ લેવામાં વાંધો શું હોય છે, તે સમજાતું નથી. તાજેતરમાં યુવતીને ભગાડી જવાના ગુનામાં એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચકલાસી પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીના પિતાને નડિયાદ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો.


સમગ્ર મામલો શું છે?


ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે  ફરજ બજાવતો ભરતસિંહ ચંદ્રસિંહ 27 વર્ષિય યુવતીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ સંતાનોનો પિતા એવો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માથાભારે અને મોટી રાજકીય વગ ધરાવે છે. આ જ કારણે યુવતીના પિતાએ સતત બે દિવસ સુધી ચકલાસી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તેમ છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. અંતે થાકી હારીને યુવતીના પિતાએ આજ રોજ નડિયાદ કોર્ટમાં કરી ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની યુવતીને હેડ કોન્સ્ટેબલે ભગાડી લઈ જઈને ગોંધી રાખી છે. 


કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું


યુવતીના પિતાએ આજ રોજ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કરી તેને યુવતી સાથે કોર્ટમાં હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહ હાલમાં જ હેડ કોન્સ્ટેબલ ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી ખેડા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહનો બકલ નંબર 850 છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે