ચાંદલોડીયા ઓવર બ્રિજ રાહદારીઓ માટે જોખમી બન્યો, મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-07 14:56:25

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના ઓવર બ્રિજ ખખડધજ થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે હવે તેમના માટે જીવનું જોખમ સર્જાયું છે. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ રાહદારીઓ માટે ખતરનાક બન્યો છે.  ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પરનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનો રેલવે પોર્શન બે ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. હદ ત્યા થાય છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર,ઔડા કે રેલવે વિભાગના કોઈ કોઈપણ અધિકારી જોવા પણ આવતા નથી. 


8 કરોડના ખર્ચે બ્રિજની મરામત


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં 8 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાઇ હતી, ત્યારથી તેની નીચે ટેકા લગાવવામાં આવ્યા છે. બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.


8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ વર્ષ 1998માં રૂ. 8 કરોડના ખર્ચે ઔડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિને ચાંદલોડીયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.વર્ષ 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામા આવ્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે