રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો! અનેક જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ! હજી બે દિવસ રહેશે વરસાદી માહોલ!


  • Published By :
  • Published Date : 2023-04-26 14:23:14

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યા માટે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. આગામી 2 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં તથા દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. 


આગામી 2 દિવસ કમોસમી વરસાદ પડવાના સંકેતો

રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપ્યા હતા. 26, 27 અને 28 તારીખ માટે આગાહી કરવામાં આવી હતી. 26 એપ્રિલે વરસાદ માટે કરવામાં આવેલી આગાહી સાચી પડી છે.     


આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠું વરસવાની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતોજ્યારે 27 એપ્રિલને ગુરુવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતનાં શહેરોમાં તો 28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ધરતીપુત્ર બન્યા ચિંતિત!

ખેડૂતોની હાલત એમ પણ દયનિય બની ગઈ છે. પોષણસમા ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતો ખેતરમાં લાગતા પાકની આશા પર બેસતા હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતિત થયા છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે